🚩🚩 બટાકાવડા બનાવવાની રીત ::
🚩🚩 સામગ્રી ::
·
250 ગ્રામ બટાકા
·
200 ગ્રામ ચણાનો લોટ
·
લીલા મરચા
·
આદુ
·
મીઠુ
·
લીમ્બુ
·
ખાવાનો સોડા
·
તળવા માટે તેલ
·
વઘાર માટે
o મીઠો લીમડો
o રાઇ
o હળદર
🚩🚩 બનાવવાની રીત ::
પહેલા બટાકા બાફી લો. બફાઇ જાય પછી તેની છાલ કાઢીને મેશ કરી
લેવા. પછી તેમા આદુ, મરચા ખાંડીને નાખવા. તમે જેટલુ તીખૂ ખાતા હોય એ મુજબ 4 કે 5
મરચા નાખવા. પછી મીઠુ, ખાંડ,
લીઁબુ, બધૂ નાખવુ, પછી
એક વઘારીયા મા એક ચમચી તેલ તે ગરમ થાય એટલે રાઇ, મીઠો લીમડો,
હીંગ અને ચપટી હળદર નાખીને બટાકા ના મસાલા મા નાખો અને બધુ મિક્સ
કરી દેવુ.
બટાટા પૌવાની રેસેપી માટે અહિ ક્લિકકરો.
પછી ચણાનો લોટ લેવો
તેમા મીઠુ, ચપટી હળદર અને
ખાવાનો સોડા નાખીને પાણી ઊમેરીને થોડુ જાડુ ખીરુ બનાવી લેવુ. પછી તેલ ગરમ કરવા
મૂકવુ અને તેલ ગરમ થાય ત્યા સુધી બટાકા મસાલા માંથી નાના ગોળ બટાકાવડા લુઆ કરી
લેવા અને ખીરુમા બોળીને તેલ ગરમ થાય એટલે તળી લેવા.
આ રીતે તમારા
સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત
લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........
🚨 સવારનો મન પસંદ નાસ્તો બટાકા પૌવા બનાવવાની રીત