🚩🚩 આલુ પરોઠા બનાવવાની રીત ::
🚩🚩સામગ્રી ::
· 250 ગ્રામ બટાકા
· 250 ગ્રામ ઘઉં નો લોટ( મેંદાનો લોટ પણ લઇ શકાય )
· મરચાં
· નાનો ટુકડો આદુ
· ગરમ મસાલો
· અડધી ચમચી લાલ મરચું
· અડધી ચમચી ધાણાજીરુ
· અડધી ચમચી હળદર
· મીઠુ
· લોટ બાંધવા માટે
o લોટ
o પાણી
o મીઠુ
o મોણ માટે તેલ
· વઘાર માટે
o રાઇ
o તેલ
🚩🚩રીત ::
બટાકાની છાલ કાઢીને બાફી લેવા. બટાકા બફાઈ ત્યાં સુધી લોટ બાંધી લેવો. લોટની
કણક રોટલી જેવો જ નરમ રાખવો. બટાકા બફાય જાય પછી તેને મેશ કરી લેવા (છૂંદી લેવા). તેમા વાટેલા આદુ, મરચા,
મીઠુ, ગરમ મસાલો હળદર, મરચુ,
ધાણાજીરુ બધુ નાખી દેવુ અને એક ચમચી તેલ લઈને વઘારીયા મા તેલ ગરમ
થાય એટલે એને બટાકાના મસાલામા નાખીને વધુ સરખુ મિક્સ કરી દેવુ. પછી લોટની કણક માથી
એક થોડો મોટો લુવો લઈને તે થોડી પૂરી જેવૂ વણીને પછી તેમા બે ચમચી બટાકાનો બટાકાનો
માવો(મસાલો) ભરીને ફરી લોટને બધી બાજુથી ફીટ કરીને ફરી લુવો વાળીને ફરી ગોળ રોટલી
જેમ વણીને પરોઠા તૈયાર કરી લેવો. પછી ગરમ લોઢીમા પરાઠા બન્ને બાજુ તેલ મૂકીને સરખુ
શેકી લેવુ. બન્ને બાજુ તેલ મૂકીને શેકવાથી સરસ ક્રિસ્પી બનશે. પછી તેને દહી સાથે
પીરસો.
આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે.
તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે
મળતા રહિશુ.
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........