મહાપ્રસાદ (કથા માટે) ::
સામગ્રી:
·
500 ગ્રામ
સોજી
·
500
ગ્રામ ઘી
·
500
ગ્રામ ખાંડ
·
અઢી લીટર
દુધ
·
20 ગ્રામ
ઇલાયચી
·
50 ગ્રામ
કાજુ
·
50 ગ્રામ
બદામ
·
50 ગ્રામ
દ્રાક્ષ
·
20
ચારોળી
રીત ;:
સૌ પ્રથમ એક મોટી કડાઇ મા
ઘી ગરમ કરવુ.ઘી ગરમ થાય એટલે એમા સોજી નાખવો ને હલાવતા રહેવુ જ્યા સુધી સોજી બદામી
કલરનો ન થાય અને તેમાથી સોજી શેકાવાની સુગંધ ન આવે ત્યા સુધી ગેસ ધીમો જ રાખવો.
સોજી શેકાય ત્યા સુધી દુધ ગરમ કરી લેવુ. સોજી શેકાય જાય એટલે એમા ગરમ દુધ રેડવુ ને
સતત હલાવતા રહેવુ. હવે દુધ થોડુ શોષાય એટલે એમા ખાંડ, ઈલાયચી, ચારોળી,
દ્રાક્ષ ને કાજુ-બદામની અડધી કતરણ નાખવી ને અડધી કતરણ ઉપરથી ભભરાવા
રાખવી. હવે સતત હલાવતા રહેવુ. થોડીવાર પછી બધુ દુધ શોષાય જશેને તેમાથી ઘી છુટુ
પડવા માંડશે. ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરી દેવો અને શીરો થાળી મા કે કથરોટમા કાઢી
લેવો. પછી થોડો ઠંડો થાય એટલ એમા ઉપરથી કાજુ-બદામની વધેલી કતરણ ભભરાવી દેવી. અને
હવે મહાપ્રસાદ તૈયાર છે.
આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.
🙏🙏🙏🙏🙏🙏
કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........