મસાલા ભાત

 

મસાલા ભાત ::

 🚨 Viral Bhoi - YouTube 🚨

સામગ્રી ::

 🚨 Viral Bhoi - YouTube 🚨

·     250 ગ્રામ બાસમતી ચોખા

·     એક મધ્યમ કદનુ કેપ્સીકમ

·     એક મધ્યમ કદની ડુંગળી

·     એક મધ્યમ કદનુ ટામેટુ

·     લસણની પાંચ – છ કળી

·     વઘાર માટે 3 થી 4 ચમચી તેલ

·     એક નાની ચમચી મરચું

·     એક નાની ચમચી  હળદર

·     એક ચમચી ધાણાજીરુ

·     લીલા ધાણા

·     સ્વાદ અનુસાર મીઠું

 🚨 Viral Bhoi - YouTube 🚨

રીત ::

 🚨 Viral Bhoi - YouTube 🚨

ચોખા 15 થી 20 મિનિટ પલાળીને રાખવા. પછિ એક વાસણમા પાણી ગરમ કરવા મૂકવુ. તેમા ચોખા નાંખીને મધ્યમ આંચ પર ચડવા દેવા. તેમા થોડુ મીઠુ પણ નાખવુ. ત્યારબાદ ચોખા દબાવી જોવા ચડી જાય એટલે એક કાણાવાળા વાસણમા કાઢી લેવા જેથી પાણી નીતરી જાય. ચોખા ઓસાવી લઈને પાણી નીતરી જાય પછી એક પેન મા 3 મોટી ચમચી તેલ લેવુ. તેલ ગરમ થાય એટલે તેમા જીરુ નાખવુ. પછી લસણની કળી તેમા નાખવી. લસણ સંતળાય જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી નાખવી. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે કેપ્સીકમ નાખવા. કેપ્સીકમ બે થી ત્રણ મિનિટ સંતળાય એટલે એમા ઝીણા સમારેલા ટમેટા નાખવા. ત્યારપછી ચોખા નાખવા. તેમા બધા મસાલા નાખીને ભાત હલાવી લેવો. ઊપરથી ધાણા ભભરાવા.

આ રીતે તમારા સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થાય છે. આવી ઘણી રેસેપી અહી ઉપલબ્ધ છે. તેની અચૂક મુલાકાત લેશો. અમને આશા છે કે તમને આ રેસેપી ગમી હશે. આવી રેસેપી સાથે મળતા રહિશુ.

 🚨 Viral Bhoi - YouTube 🚨


🙏🙏🙏🙏🙏🙏

 

કેટલીક રેસેપી ની લિંક નીચે આપેલ છે.........

🚨 Viral Bhoi - YouTube 🚨

🚨 બટાકાવડા બનાવવાની રીત  🚨 

🚨 પાપડી(ખિંચિયા પાપડ) ચાટ બનનાવવાની રીત 🚨

🚨 સવારનો મન પસંદ નાસ્તો બટાકા પૌવા બનાવવાની રીત 🚨